આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટપુરા તળાવના ખોદકામ વખતે શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આણંદના બોરસદ નજીક અભેટાપુરામાં તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. આ અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા હતા. માટીમાંથી મળેલી પ્રતિકૃતિ અંગે પૂછતાં બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શિવલિંગ જ છે, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ પુરાતત્વ વિભાગનો વિષય છે.

મહા આરતી દરમિયાન શિવલિંગ પ્રતિકૃતિ સ્થાન પાસે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. હર હર મહાદેવના નાદથી અલારસા ગામનો અભેટાપુરા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભવ્ય શિવ મંદિર નિર્માણનો સંકલ્પ કરનાર તમામ શ્રધ્ધાળુઓ દ્વારા વહેલીમા વહેલી તકે યથાશક્તિ દાન ફાળો એકત્ર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવનાર હોવાનું ઉપસ્થિત શ્રદ્ધાળુઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અલારસામા માટીનું ખોદકામ થયું તે સ્થાન પર દેવોના દેવ મહાદેવની પૂજા આરતી માટે મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્વયંભૂ ઉમટી પડયા હતા. ખુબ જ આસ્થા સાથે ઉપસ્થિત રહેલ શ્રધ્ધાળુઓએ મહા આરતી બાદ એક સુરમાં સંકલ્પ કર્યો હતો કે આગામી દિવસોમાં જ ભવ્ય શિવ મંદિર નિર્માણ થાય તે માટે સંકલ્પ કર્યો હતો.

ખોદકામ દરમિયાન શિવલિંગ હોવાની વાત હવાની જેમ વહેતા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ખોદકામમાં શિવલિંગ જેવી પ્રતિમા મળ્યાની વાતને લઈને લોકોએ દર્શન કર્યા હતા. તેમજ લોકો દ્વારા બિલીપત્ર ચઢાવી અગરબત્તી કરી પૂજા પણ કરવામાં આવી હતી. અલારસા તાબે આવેલ અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. જેમાંથી નીકળતી માટીને રેલવે કોરીડોરની કામગીરી માટે લઇ જવામાં આવી રહી છે. આ તળાવમાં માટી ખોદકામ દરમિયાન ડાબી બાજુએ એક જુના વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકો પહેલાં ઝાડનું થડ સમજી રહ્યાં હતા. બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા થડ જેવી દેખાઈ રહેલ કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here