આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે એવામાં જ આ એક કિસ્સો સામે આવ્યો છે ગોવર્ધન ગેસ્ટહાઉસમાં પત્ની પોતાના પ્રેમી સાથે રાત રંગીન બનાવી રહી હતી અને આ જ સમયે તેના પતિએ ત્યાં આવીને તેની પત્નીને આપતિજનક અવસ્થામાં તેના પ્રેમી સાથે રંગેહાથ પકડી. પતિની ફરિયાદના આધાર પર સ્થાનિક સ્ટેશનની પોલીસ તેની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઇ આવ્યા.

બસસ્ટેન્ડ પાસે નવા બનેલા ગેસ્ટ હાઉસનો રૂમ નંબર-106માં તે બંનેએ રોકાણ કર્યું હતું. પતિ મથુરાથી તેની પત્નીની પાછળ-પાછળ ગોવર્ધન સુધી આવી પહોંચ્યો હતો અને તેણે સ્થાનિક પોલીસ સ્ટેશને ફોન કરીને આ આખા ઘટનાક્રમ વિશે જણાવીને પોલીસને ગેસ્ટહાઉસ પાસે બોલાવી લીધી. ગેસ્ટહાઉસના રૂમમાં પત્ની અને તેનો પ્રેમી બંને રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પ્રેમી ફરિયાદીની પત્નીને લઈને ગેસ્ટહાઉસમાંથી ભાગવાના પ્રયાસમાં હતો, પરંતુ પોલીસે તેને ભાગતા પહેલા જ પકડી લીધો અને બંનેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઇ આવ્યા. મથુરાના રહેવાસી ચંદ્રશેખરે જણાવ્યું કે, તેમના પ્રેમલગ્ન લગભગ 15 વર્ષ પહેલા થયા હતા અને તે હાલ બે બાળકોના પિતા છે ઘટના કઈક એવી બની કે, એક વર્ષથી બંને પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ ચાલી રહ્યા હતા અને તેના કારણે તેની પત્નીએ બહાર બીજા પુરુષ સાથે સંબંધ બનાવ્યા. પતિને આ વાતની શંકા તો હતી પણ તેની પાસે કોઈ પુરાવો નહોતો.

એકવાર પત્ની પોતાના પ્રેમી વિષ્ણુ ઠાકુર સાથે કારમાં ગોવર્ધન જઈ રહી છે એવી ખબર મળતા તેણે તુરંત જ તે બંનેનો પીછો કર્યો અને તે બંનેને ગેસ્ટહાઉસના એક રૂમમાં રંગરેલીયા માનવતા રંગેહાથ પકડી લીધા હતા. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર પ્રેમી વિષ્ણુ ઠાકુર એક હિંદુત્વવાદી સંગઠન સાથે જોડાયેલા છે અને પ્રભાવશાળી તથા દબંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here