ફેશબુક ઉપર પ્રેમ થયા, બાદ 750 કિલોમીટર સફર કાપી ને મહિલા, એક પુરુષ સાથે લગ્ન કરવા પહોંચી પણ થયું. એવું કે જાણી ને હોશ ઉડી જશે…

દોસ્તો આજે આપણે સૌ જાણીએ છીએ કે સોશિઅલ મીડિયા દ્વારા કેટલાય યુવક અને યુવતીઓ સંબધ બનાવે છે અને લગ્ન જીવન સાથે પણ જોડાય છે અને તેમાં થી 50 ટકા સંબધ તો સોસીયલ મીડિયા માં જ તૂટી જાય છે તો અમુલ એવા સંબધો હોય છે જે ફેક આઈડી હોય છે એવોજ એક રોચક કિસ્સો લઈ ને આવ્યા છે જેમાં આપણે આ કિસ્સા વિશે ચર્ચા કરીશું.દોસ્તો દરેક યુવક યુવતીઓ ફેસબુક ઉપર પોતાનો પરિચય સામન્ય રીતે રાખતા જ હોય છે અને તેના કરને આજે આવા ક્રાઈમ વધતા જાય છે જેના કારણે યુવાનો આવા કેશ ના શિકાર બનતા જાય છે.

દોસ્તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકનો ઉપયોગ આજે દરેક બીજા વ્યક્તિ ઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ફેસબુક પર નવા મિત્રો બનાવવું અને તમારા જીવનના સારા અને ખરાબ અનુભવો શેર કરવું એ સામાન્ય વાત બની ગઈ છે ઘણા યુગલો ફેસબુક દ્વારા પણ રચાયા છે અને ઘણા પ્રેમ સંબધો શરૂ થયા છે પરંતુ ફેસબુક પર શરૂ થયેલો એક પ્રેમ ખરેખર ત્યારે બહાર આવ્યો જ્યારે કંઈક એવું જાહેર થયું કે તમને જાણીને આશ્ચર્ય થશે. આ મામલો મધ્યપ્રદેશના બેતુલ નો છે અને તે આશ્ચર્યજનક છે કે આ કિસ્સામાં આ મહિલા 750 કિ.મી. તેના પ્રેમી સુધી પહોંચવા બહાર આવી હતી પણ થયું એવું કે જાણી ને હોશ ઉડી જશે.

સામન્ય રીતે દરેક પ્રેમની પાછળ છેતરપિંડી મિત્રતાથી શરૂ થાય છે એવીજ રીતે રોનક નામ ના યુવક જે બેતુલ જિલ્લાના ગામ માં રહેતો હતો તેણે ફેસબુક પર યુપી ના એક ગામ ની રહેવાસી છે યુવતી સાથે મિત્રતા કરી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને તેના કારણે ઘણીવાર બંને ફેસબુક વ્હોટ્સએપ ફોન અને વીડિયો કોલિંગ દ્વારા વાત કરવાનું શરૂ કરે છે જ્યારે પ્રેમ વધ્યો ત્યારે બંનેએ લગ્ન વિશે વાતચીત પણ કરી હતી.

ફેસબુક પર યુવતી તરીકે વાત કરનારી આ યુવતી ખરેખર એક મહિલા હતી અને તે ઉત્તર પ્રદેશના મઉ થી ભોપાલ થી આશરે 750 કિલોમીટર ની સફર કરી ને આવી હતી.ત્યાર બાદ ફોન કરીને સંદીપને ભોપાલ પહોંચવા ની વાત કરી હતી અને તેમને મળવા બોલાવ્યો હતો.

ત્યાં તો સંદીપ પણ તેના પ્રેમને મળવા પહોંચ્યો પણ ફેસબુક પર પ્રેમ મળતાં ની સાથે જ તેણે જોયું કે જેની સાથે તે વાત કરે છે તે યુવતી નહીં પણ એક મહિલા છે એટલે તેને એ મહિલા પર શંકા ગઈ આ મહિલા એ સંદીપને બેતુલ જઈને લગ્ન કરવાનું કહ્યું સંદીપે બે દિવસ સુધી કોઈક રીતે મહિલાની દરખાસ્ત ઠગાવી રાખી અને તે વિશેની માહિતી એકઠી કરતો રહ્યો.

માહિતી એકઠી કર્યા પછી સંદીપને ખબર પડી કે જે સ્ત્રી તેની સાથે લગ્ન કરવા માંગે છે તે ખરેખર લગ્ન કરી ચૂકી છે અને તેના ત્રણ બાળકો પણ છે.સંદીપને વાસ્તવિકતા ખબર પડી ગઈ હતી અને તેથી તેણે મહિલા સાથે લગ્ન માટે આધારકાર્ડ અને અન્ય આઈ ડી કાર્ડ ની માંગ કરી હતી.

મહિલા કોઈ દસ્તાવેજો આપ્યા નહી જેનાથી સંદીપ ની શંકા માં વધારો થયો અને તેણે મહિલાને મળવા બોલાવી અને સીધી પોલીસને સોંપી દીધી હતી જ્યાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહિલા પહેલા થી જ પરિણીત છે અને તેના ત્રણ બાળકો પણ છે મહિલાના પતિ ને આ વાત ની ખબર પડતાં મહિલાને માર પણ માર્યો હતો અને તેથી તે તેની પાસેથી અલગ થઈને સંદીપ સાથે લગ્ન કરવા માંગતી હતી.પોલીસે મહિલાના પતિ અને પરિવારને જાણ કરી છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે બદલો લેવાની કે બદનામ કરવાની ભાવનાથી સોશિયલ મીડિયા પર મહિલાઓ ના ખોટા આઈડી બનાવી તેના પર બીભત્સ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાના અનેક કેસ પ્રકાશમાં આવતા રહે છે સુરત શહેરમાં પણ આવો જ કેસ પ્રકાશમાં આવ્યો છે જોકે અહીં ગુનો આચરનાર કોઈ પુરુષ નહીં પરંતુ એક મહિલા છે એક મહિલા જ બીજી મહિલાનું ફેક ફેસબુક આઈડી બનાવીને બદનામ કરી રહી હોવાનો કેસ શહેર પોલીસના ચોપડે નોંધાયો હતો.

પોલીસે જ્યારે આ મહિલાની ધરપકડ કરી ત્યારે તેણે પોતાનો ગુનો સ્વીકારતા જણાવ્યું હતું કે, તેને શંકા હતી કે તેના પતિને તેની સાથે હીરાના કારખાનામાં કામ કરતી યુવતીને સાથે લફરું છે. આથી યુવતીને બદનામ કરવાના ઈરાદાથી તેની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી અને તેને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ મામલે સુરતના ચોકબજારમાં રહેતી એક યુવતીએ ચોથી સપ્ટેમ્બરના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે તેના નામે ફેક પ્રોફાઇલ બનાવવામાં આવી છે આ કેસની તપાસ સાઇબર ક્રાઇમને સોંપવામાં આવી હતી સાઇબર ક્રાઇમે તપાસ કરતા એક મહિલાની જ ધરપકડ કરી હતી.

પોલીસે આ ગુનામાં હરિઓમ સોસાયટી, કતારગામ ખાતે રહેતી 30 વર્ષની જયશ્રીબેન જયમીન પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેનો પતિ જયમીન હીરાના કારખાનામાં કામ કરે છે. જયશ્રીબેનને શંકા હતી કે તેના પતિનું આજ કારખાનામાં કામ કરતી એક અપરિણીત યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે.

આ મામલે શંકા વધારે મજબૂત બનતા જયશ્રીબેને અપરિણીત યુવતીના નામે ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટમાં તેણે બીભત્સ ફોટોગ્રાફ અપલોડ કરી દીધા હતા. યુવતીને આ વાત ધ્યાનમાં આવતા તેણે પોલીસ ફરિયાદ કરી હતી. તપાસ બાદ પોલીસે આ કેસમાં તેના સાથી કર્મચારી એવા જયમીનની પત્નીની ધરપકડ કરી હતી.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા જે હમણાં જ બનેલ છે તો ચાલો જાણીએ દોસ્તો યૂપી ની પ્રયાગરાજ પોલીસે અપહરણ ના એક મામલાનો ખુલાસો કર્યો છે. કરેલી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બે દિવસ પહેલા એક બાળકનું અપહરણ થયું અને અપહરણનો આરોપ દીકરાના નાના પર આરોપ લગાવ્યો છે કે દીકરા ના નાનાએ પોતાની ફેસબુક પ્રેમિકાને પામવા માટે 18 વર્ષ ના દીકરા નું અપહરણ કર્યું. બે દિવસ પહેલા 18 વર્ષ ના માસૂમ પૌત્ર નું અપહરણ કરાવ્યું હતું કરેલી વિસ્તારમાંથી થયું હતું. પોલીસ અને ક્રાઈમ બ્રાંચે દીકરા ને હેમખેમ પાછો મેળવ્યો છે અને આરોપી નાના તેમજ તેના સાથીની ધરપકડ કરી છે.

સંબંધોને કલંકિત કરતી આ ઘટના પ્રયાગરાજની છે. જ્યાં નાના એ ફેસબુક પ્રેમિકાને પામવા માટે પોતાના જ પૌત્ર નું અપહરણ કર્યું અને દીકરા ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આરોપી નાના નન્હે સાઊદી અરબમાં રહેતો હતો અને ફેસબુક પર તેની મિત્રતા કરેલીની એક છોકરી સાથે થઈ ગઈ, નન્હેના લગ્ન થયેલા જ હતા પરંતુ તેણે પોતાની ફેસબુક ફ્રેન્ડને લગ્ન માટે તૈયાર કરી લીધી. આ વચ્ચે તે સાઊદી અરબથી ભારત આવ્યો અને પોતાના ભાણેજ સલમાનને છોકરી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને મોકલ્યો. પરતુ નન્હેની ફેસબુક ફ્રેન્ડ અને તેના ભાણેજ સલમાનની મિત્રતા થઈ ગઈ.

જે બાદ નાના થી તેની ફેસબુક ફ્રેન્ડ દૂર થતી ગઈ. જેનાથી નારાજ થઈને નાના એ પોતાના ભાણેજ સલમાન સાથે બદલો લેવા માટે 18 વર્ષ ના છોકરા જિયાનનું અપહરણ કરી લીધું અને સલમાનને ફોન કરી પોતાની ફેસબુક ફ્રેન્ડ પાછી આપવાની માંગ કરવા લાગ્યો હતો.છોકરા ના અપહરણની જાણ જ્યારે તેના પિતા મંસૂર અલીને થઈ તો તેણે પોલીસમાં છોકરા ના અપહરણની ફરિયાદ દાખલ કરાવી. જે બાદ પોલીસે સર્વેલન્સ અને ક્રાઈમ બ્રાંચની મદદથી દીકરા સકુશળ શોધી લીધો. પોલીસે મુખ્ય અપહરણકર્તા નન્હે અને તેના સાથી દિલદારની પણ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને જેલ મોકલવાની તૈયારી કરી લીધી છે. આરોપી નાના હવે શરમાઈને માફી માંગી રહ્યો છે.

એસએસપી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, અપહરણ કરનાર ભાણેજ નો નાના જ નિકળો. આરોપી નાના પોતાના ભાણેજ સલમાન સાથે બદલો લેવા માંગતો હતો. અને એટલા માટે તેણે તે દીકરા નું અપહરણ કર્યું. આરોપી નન્હેએ પોતાના ભાણેજને કહ્યું કે હું એક છોકરીને પસંદ કરું છું, તું તેને મળ અને વાત કર.આ ક્રમમાં સલમાનની તે છોકરી સાથે મિત્રતા થઈ ગઈ. છોકરી અને સલમાન એકસાથે રહેવા લાગ્યા હતા. આ વાતની ખબર પડી ત્યારે નન્હેએ લાગ્યું કે તે છેતરાઈ ગયો. તેણે છોકરા નું અપહરણ કરી લીધું અને ધમકી આપી કે જો સલમાને તેની પ્રેમિકાને ન છોડી તો તે છોકરા ની હત્યા કરી દેશે. પોલીસે આરોપીની ધરપકડ કરી છોકરા ને સકુશળ પાછો મેળવ્યો છે.

Leave a Comment