મહાનગરપાલિકા રાજકોટ દ્રારા BRTS અને મહિલાઓ આતે CT બસમાં ફ્રિ સવારી….

નમસ્કાર દોસ્તો આજના સમાચારમાં આપણું સ્વાગત છે અને તેમજ આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ ત્યારે આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ તેમજ સીટી બસમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે સૌ કોઈ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ રાજકોટ શહેર ના સીટી બસ તેમજ બીઆરટીએસ બસમાં મહિલાઓને ફ્રી સવરરી કરવાની સવલત આપવામાં આવશે. મનપા દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે પણ મનપા દ્વારા ફ્રી સવારી કરવાની સવલત બહેનો દીકરીઓને આપવામાં આવે છે.

તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે ઇન્‍ટરનેશનલ વુમન્‍સ ડે ને મંગળવારના રોજ દિવસ દરમ્‍યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્‍ત મહિલા મુસાફરો નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે. જયારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્‍વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ અહીંયા બહોળી સંખ્‍યામાં મહિલા મુસાફરો દ્વારા મહાનગરપાલિકાની આ નિઃશુલ્‍ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

અંતમાં આ વિશે જણાવવામાં આવ્યું છે કે આ ઉપરાંત રક્ષાબંધન તેમજ ભાઈબીજના પ્રસંગે પણ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસ તથા બી.આર.ટી.એસ.બસમાં ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવે છે.

Leave a Comment