આજકાલ આવા કિસ્સાઓ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે જ અહીંયા પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ નજીક હડાળા ગામે 14 વર્ષીય સગીરે પોતાના ઘરની પાછળ આવેલા લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો અહીંયા પણ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને તેની સાથે સાથે જ અહીંયા આ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને મૃતકના પરિવારજનોને સોંપવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયાની અંતિમવિધિ પૂર્ણ કરી હતી એવું પણ જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ રાજકોટ ખાતે પોતાના પરિવારજનો સાથે વસવાટ કરનાર શંકરભાઈ મોહનીયાને છ સંતાનો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને આ સંતાનોમાં પાંચ દીકરા અને એક દીકરી છે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. ગઈકાલે શંકરભાઈ મોહનીયા વાડીએથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ પોતાના સંતાનો માટે દુકાનેથી ભાગ લાવ્યા હતા. ઘરે પરત ફરીને પિતાએ પોતાના તમામ સંતાનો માટે લાવેલા ભાગની વહેંચણી કરી હતી.

ત્યારે બિસ્કીટ બાબતે 14 વર્ષીય રાહુલ અને તેનાથી નાના 10 વર્ષીય ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતનું રાહુલને લાગી આવતા ઘરની પાછળ રહેલા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી તેણે આપઘાત કરી લીધો હતો જમવાનો સમય થવા છતાં રાહુલ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ રાહુલની શોધખોળ શરૂ કરી હતી. અંતમાં અંદાજિત રાત્રે 10 વાગ્યાના અરસામાં પરિવારજનોની નજર પોતાના ઘરના પાછળ રહેલા લીમડા પર પડી હતી તેવું જાણવા મળી આવ્યું છે.

પરિવારજનોએ જોયું તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાનો સૌથી મોટો પુત્રએ લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો. તાત્કાલિક અસરથી પરિવારજનો દ્વારા પુત્રને નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી 14 વર્ષીય મોટા પુત્ર રાહુલનું મૃત્યુ નિપજતા મોહનીયા પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.

તેમજ અંતમાં જણાવવામાં આવ્યું છે કે અહીંયા આ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાહુલના પિતા શંકરભાઈ રાજકોટ ખાતે વાડીમાં ભાગીયા તરીકે કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાની માહિતી આપી હતી તેવું પણ કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here