ટૂંક જ સમયમાં હવે હોળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે જેની આપણે પણ ખબર જ હશે અને તેની સાથે જ આ વખતે હોળી 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીને અનિષ્ટ પર ઇષ્ટની જીતનું પ્રતીક માનવામાં આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે.

તેની સાથે જ કહેવામાં આવે છે કે આ દિવસે લોકો હોલિકા દહન પણ કરે છે જેની પણ આપણે ખબર હશે અને તે પછી ધૂળેટીના દિવસે રંગોથી હોળી રમીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેમજ આ દિવસ ખૂબ જ શુભ છે એવું પણ માનવામાં આવે છે હોળીના દિવસે લોકો મોટા પ્રમાણમાં એક જ જગ્યા પર ભેગા થઈને તહેવાર મનાવે છે તેવું પણ અહીંયા જણાવવામાં આવે છે.

જીવન જ્યારે સંઘર્ષથી ભરેલુ હોય કોઇ મુશ્કેલીઓથી બહાર આવે તેવી આશા ન હોય ત્યારે સમસ્યાઓને દૂર કરવા કેટલાક ખાસ શાસ્ત્રોક્ત ઉપાયને જરૂરથી કરવા. આ તમામ ઉપાય સાત્વીક અને ધાર્મિક હોવાથી મુશકેલીઓથી બહાર આવી શકાશે. હોળીના રાત્રીના સમયે મુખ્ય દરવાજે સરસોના તેલથી ચૌદ મુખી દીપક પ્રગટાવો. પ્રભુ તમારી દરેક સમસ્યા દૂર થશે. આનાથી લાભ પ્રાપ્ત થશે.

જો તમારા ઘરમાં કોઈ કારણસર બિનજરૂરી ખર્ચા થઈ રહ્યા હોય તો હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટી અને તેના પર દ્વિમુખી દીવો કરવો. આ દિવાને આખી રાત પ્રગટાવેલી રહેવા દો. આનાથી પૈસાની ખોટ અટકી જશે. દીવો ઓલવાય ગયા પછી તેને ઊંચકીને હોલિકા દહનની આગમાં ફેંકી દો.

તેની સાથે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે તો હોળીના દિવસે નારાયણ અને માતા લક્ષ્મીના મંદિરમાં જઈને તેમની વિધિવત પૂજા કરો. સહસ્ત્રનામનો પાઠ કરો અને ત્યારબાદ તમે પણ ભગવાનને તમારી સમસ્યા કહો અને તેને દૂર કરવા પ્રાર્થના કરો. આ પછી, પ્રાણીઓ અને જરૂરિયાતમંદોને ક્ષમતા અનુસાર દાન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here