તો દોસ્તો નમસ્કાર આજે આપણે યૂક્રેન પર રશિયાએ હુમલા તેજ કરી દીધા છે તેના વિશે ચર્ચા કરવાના છીએ અને તેમજ આ રશિયાએ કિવ અને ખાર્કિવ બાદ હવે ચેર્નિહાઇવને નિશાન બનાવ્યું છે તેવું જ હાલમાં જાણવા મળી આવ્યું છે અને આ યૂક્રેનના મીડિયાના મતે ચેર્નિહાઇવમાં રશિયન એર સ્ટ્રાઇકમાં 33 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે તેવી પણ જાણકારી મળી આવી છે તો ચાલો આ વિશે આગળ ચર્ચા કરીએ.

ત્યારબાદ આ વિશે વધુમાં જાણકારી આપવામાં આવે તો કહેવાય છે કે આ યૂક્રેનનો દાવો છે કે રશિયાએ આ હુમલો ચેર્નિહાઇવના રહેવાસી વિસ્તારમાં કર્યો. આ હુમલાની ઝપટમાં 33 લોકોના મોત થયા જ્યારે 18 લોકો ઘાયલ થયા છે અને ઘણુંબધું નુકશાન પણ થયેલ છે તેમજ આ ચેર્નિહાઇવ પર રશિયન એરસ્ટ્રાઇક પછી કેટલીક સેટેલાઇટ તસવીરો સામે આવી છે. તેમનામાં તબાહીનું દ્રશ્ય જોઈ શકાય છે. ચેર્નિહિવમાં રશિયન હુમલાથી રસ્તાઓ, પુલો અને ઘરોને વ્યાપક નુકસાન થયું હતું એવું કહેવામાં આવ્યું છે.

સેટેલાઇટ તસવીરોમાં હુમલાના સ્થળો ઉપર ધુમાડો ઉડતો જોવા મળે છે ત્યારબાદ અહીંયા બીજી તરફ યુક્રેનના એનર્હોદરમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ યુક્રેને દાવો કર્યો છે કે દક્ષિણ યુક્રેનના એનર્હોદરમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટમાં રશિયન હુમલા બાદ આગ લાગી હતી અને તેની સાથે જ ન્યૂઝ એજન્સી એપીના મતે એક અધિકારીએ જણાવ્યું કે ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટની નજીકથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે તેવું કહેવામાં આવ્યું છે.

આ પ્લાન્ટ યુક્રેનમાં 25% વીજળીનું ઉત્પાદન કરે છે. પ્લાન્ટના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગને કાબૂમાં લેવા માટે ફાયરિંગ બંધ કરવું ખૂબ જ જરૂરી છે યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે હુમલાના પહેલા દિવસથી રશિયાએ 480 મિસાઇલો છોડી છે અને યુક્રેનની સંરક્ષણ પ્રણાલીએ તેમાંથી ઘણીને તોડી પાડી છે. યુએનનો દાવો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 227 નાગરિકોના મોત થયા છે. જ્યારે 525 ઘાયલ છે થયા છે એવું પણ અહીંયા જાણવા મળી આવ્યું છે.

ત્યારબાદ બાદ આગળ વાત કરવામાં આવે તો અહીંયા યુક્રેનનું કહેવું છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં તેના 2000 નાગરિકોના મોત થયા છે પહેલીવાર રશિયન સેનાએ પોતાના સૈનિકોને થયેલા નુકસાનનો આંકડો પણ જાહેર કર્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર યુદ્ધમાં 500 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1600 ઘાયલ થયા છે તેવી જાણકારી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here